-
-
This article is more than 1 year old

એક્નોલેજમેન્ટ ઓફ કન્ટ્રી ગુજરાતીમાં

SBS એબરિજનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકોને આ દેશના પરંપરાગત માલિકો તરીકે સ્વીકારે છે, અને ધરતી, સમુદ્ર, આકાશ અને સમુદાય સાથે તેમના કાયમી જોડાણને માન્ય રાખે છે.

Published 28 June 2023 5:55pm
Updated 3 July 2023 8:01am
Presented by Nital Desai
Source: SBS
Image: - (Julia Esteve/Getty Images)
એક્નોલેજમેન્ટ ઓફ કન્ટ્રી તરીકે ઓળખાતો સ્વીકૃતિ સંદેશ સામાન્ય રીતે જાહેર અને ખાનગી કાર્યક્રમોમાંની શરૂઆતમાં, ભાષણો અને મીટિંગ્સમાં પરિચય અથવા સ્વાગત પહેલાં રજૂ કરવામાં આવે છે.

જે સ્થળ પર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે સ્થળના પરંપરાગત માલિકોને સ્વીકારવા માટે આ સંદેશ કરવામાં આવે છે.

SBS ઑડિયો પ્રોગ્રામ દરેક પ્રસારણની ભાષામાં એક્નોલેજમેન્ટ ઓફ કન્ટ્રી સ્વીકૃતિ સંદેશ સાથે શરૂ થાય છે.

અમે આ એબરિજનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકોના દેશ સાથેના જોડાણને ઓળખવા અને ભૂતકાળ અને વર્તમાનના સ્વદેશી વડીલોને આદર આપવા માટે કરીએ છીએ.

તેનાથી એવું પણ સ્વીકારવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયા એક એવી ભૂમિ છે જ્યાં સાર્વભૌમત્વ ક્યારેય સોંપવામાં આવ્યું નથી.

દેશની સ્વીકૃતિ માટે કોઈ ચોક્કસ શબ્દો વાપરવા જરૂરી નથી અને કોઈપણ તેને રજૂ કરી શકે છે .

વેલકમ ટૂ કન્ટ્રી, પરંપરાગત માલિકો દ્વારા અથવા એબરિજનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો દ્વારા રજૂ કરવામાં આવે છે. એવા સ્વદેશી લોકો જેમને તેમના દેશમાં મુલાકાતીઓનું સ્વાગત કરવા માટે પરંપરાગત માલિકો તરફથી પરવાનગી આપવામાં આવી છે.

એક્નોલેજમેન્ટ ઓફ કન્ટ્રી સંદેશનું ઉદાહરણ

અમે આ ધરતી, આકાશ અને જળમાર્ગોના પરંપરાગત માલિકોને સ્વીકારવા અને ભૂતકાળ અને વર્તમાનના વડીલોને આદર આપવા માંગીએ છીએ. અમે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિને આદર આપીએ છીએ.
LISTEN TO
Acknowledgement of Country in Gujarati image

Acknowledgement of Country in Gujarati

00:26
તમે સ્થાનિક કાઉન્સિલ, રાજ્ય અથવા પ્રદેશની વેબસાઇટ્સ તપાસીને અથવા સ્થાનિક એબરિજનલ અને સ્વદેશી સંસ્થાઓ સાથે જોડાણ કરીને તમે જે જમીન પર છો તેના પરંપરાગત માલિકો કોણ છે તે શોધી શકો છો.

Share